Sunday, September 13, 2009

નાવડી

બૂંદ બૂંદ થી છે ગાગર
ગાગર ગાગર થી સાગર
સાગર મધ હુ અને તુ
તારી મારી નાવડી અને આપણો નાવક

ક્યારેક સ-ર-ર-ર-સર જતી
તોફાનો સંગ પણ લડતી
છીછરા હોય કે ઉંડા ઉંડા પાણી
સૌ લહેરને સુવન્દન મડતી

Friday, August 14, 2009

શક્ય હોય તો

શક્ય હોય તો કોઇ આવી સમજાવે
ક્ષણ ભર બસ મન મારુ મનાવે
અહિંયા તો લિધા વિના નામ તારુ
પળ ગુજરે તો આહ છૂટે
ત્યાં શુ દી મહિનો ને વર્ષ
કેમનુ ગુજરે જીવન આખે આખુ?

Sunday, May 31, 2009

ઇચ્છુ છુ...

મારુ હ્રુદય દર્દ પંક્તિ બે પંક્તિમાં
કે નાનકડી એવી એક કવિતામાં
તને વ્યક્ત કરવા હુ ઇચ્છુ છુ

મારી ખોવાયેલી કલ્પનાની શોધમાં
પ્રેરણા સાગર તટે સંધ્યા ટાણમાં 
મારી વ્યથા કથા હુ તને કેહવા ઇચ્છુ છુ

મારી હથેડીથી સરતી રેતીની એક એક કણમાં 
તારા વિના વિતાવી એવી એક એક ક્ષણમાં 
........................................................
ખોવાયેલો એવો હુ તને પામવા ઇચ્છુ છુ 

Monday, April 27, 2009

સોનેરી

સોનેરી રેતીથી આ રણ છે
કે રણથી આ રેતી સોનેરી?
છે તો બેય રણ અને રેતી સોનેરી
પણ રેતી વિના શુ રણ અને શુ સોનેરી?

Tuesday, April 7, 2009

તુ સાંભળને

એક વાત કહુ તુ સાંભળને
આજે કહી દઉ હુ તુ સાંભળને
હસીશ નહી તુ સાંભળને
હળવે મલકાય તુ સાંભળને
સાચુ બોલુ તુ સાંભળને
મારા મનની વાત તુ સાંભળને
મનમાજ બોલુ તુ સાંભળને
હ્રુદય પડઘો તુ સાંભળને
પાસે બેસી તુ સાંભળને
હાથ પકડીને તુ સાંભળને
તુ સાંભળને તુ સાંભળને
ચાલ કાલે કહીશ તુ સાંભળજે 

Friday, March 13, 2009

સપ્રેમ

આ સમય આ સાંઝ અને સંધ્યા
એક ઝલકમા જીવન જન્મો મેં જોયા
આ સંગ આ સાથના સૌ સંકેત 
આંચડમાથી ભેટ્યા મને તેં સપ્રેમ 

Saturday, February 14, 2009

જીવવા પેહ્લ

બિન હેત બિન શ્વેત બિન મીત પ્રીત
આજ મારી સ્વરચી રજની સમીપ
શોધુ લૈ લે કોઇ ક્ષન ભર જો પક્ષ
પણ ડગમગૂ પગ પગ તમસ સમક્ષ

તારી સ્નેહ તારી દેહ તારુ મન તન્મન
દિન દિન કરૂ ન ઇછ્યેય ચિંતન
પળો એવી માત્રમાં માણુ જીવન
જીવવા પેહ્લ જેમા જોઇ લઉ તારા નયન 

Thursday, February 12, 2009

તને...

પૂરુ વીચારુ એ પેહલા કહી દઉ તને
આંખો ખોલુ એ પેહલા જોઇ લઉ તને
આ પળ પડે કોઇ પગલૂ એકલુ
એ પેહલા ઝાલી લઉ તને
તારા રજની રંગ સ્વપ્ના તૂટે
એ પેહલા એક વખત ભેટી લઉ તને

Sunday, January 11, 2009

પહેલી વાર

જીવ્યા તા જાણે મૈં વર્ષો વર્ષ ઉમંગ્માં
હતા તો બસ બે પળ એક સાંજની મુલાકાતના
ખબર નહિ કઇ અવનવી અદ્ભૂત વાતમાં 
ખિલી ઉઠ્યુ તુ મુખ તારુ હાસ્ય નવરંગમાં