Monday, April 27, 2009

સોનેરી

સોનેરી રેતીથી આ રણ છે
કે રણથી આ રેતી સોનેરી?
છે તો બેય રણ અને રેતી સોનેરી
પણ રેતી વિના શુ રણ અને શુ સોનેરી?

Tuesday, April 7, 2009

તુ સાંભળને

એક વાત કહુ તુ સાંભળને
આજે કહી દઉ હુ તુ સાંભળને
હસીશ નહી તુ સાંભળને
હળવે મલકાય તુ સાંભળને
સાચુ બોલુ તુ સાંભળને
મારા મનની વાત તુ સાંભળને
મનમાજ બોલુ તુ સાંભળને
હ્રુદય પડઘો તુ સાંભળને
પાસે બેસી તુ સાંભળને
હાથ પકડીને તુ સાંભળને
તુ સાંભળને તુ સાંભળને
ચાલ કાલે કહીશ તુ સાંભળજે