Saturday, July 30, 2011

પરોઢ વિષય

કોઈ સવારને જયીને કહી દે રોકાઈ જા
સૂર્યની પેહલી કિરણને કહી દે રોકાઈ જા

રાત્રી તો આખી આખરે વિતી ગયી છે
સમય સીમા પણ પાર કરી દીધી છે
પણ મારું મન હજીય ના જાણે શેનું ભૂખ્યું છે
નીરસ થયી અજાણ્યા એવા નીરનું તરસ્યું છે
હ્રીદયને ઉઝેડી ઉઝેડી કૈક માંગે છે
રક્ત, અશ્રુ થી વધૂ આપેક્ષે છે

મારા મન હવે તો તું શાંત થયી જા
આવી પરોઢ પહર તું શાંત થયી જા

મારી ભોળી સમજને હવે હું શું કહું?
અજ્ઞાતનાં ભંડારમાંથી અજ્ઞાત કૈક કેમ શોધું?
તારી ઈચ્છાઓનું બસ નામ તો આપવું હતુ
શબ્દો ન હોય તો એક સંકેત તો આપવું તુ
મારા મનની વાત મારા મનને જ સમજાવું છું
નહિ હારયો પણ હા હું હવે તો થાક્યો છું

નહિ કહેતો હું તને તારી પીડા તુ ભૂલી જા
મારી આ પંક્તિઓની ભેટ સ્વીકારી તુ માની જા

Thursday, March 31, 2011

પ્રેમ ગીતો

સંધ્યા વિતી ને રાત્રિય અડધી થયી
ટમ ટમ તારાઓ પણ સવાર સંકેતે સંતાયા
પણ આ પાંચ પળો ત્યાની ત્યાંજ રોકાયી
તારી સંગ બે પ્રેમ ગીતો મેં જેમાં સાંભળ્યા
જગત આખુ ભૂલીને - સમય મજધાર ડૂબીને

Sunday, December 19, 2010

સાંજ પડી ગયી

એક ક્ષણ તો થોબી જાને
જો હું પાછળ રહી ગયી.
બે પગલા ધીમા માંડ ને
હું બસ થોડી થાકી ગયી.

ક્ષિતિજે મને દેખાયી મંઝીલ
આટલે દૂર આવી કેમ હારી ગયી?
મારી સંગ ઝટ માંડ ચાર પગલા
મોડુ થયુ, સાંજ પડી ગયી.

Sunday, November 7, 2010

આખરે જ્યારે

વર્ષો વર્ષ રોયી રોયી માંગ્યા
મેળાપનો બસ એક જ દિ
મળ્યા જ્યારે મને આખરે
તો ચાલીસ પણ ઓછા લાગ્યા

સ્નેહ ભરી બસ એક સ્પર્શ માંગી તી મેં
રાત્રી નભ તારા સંગ લડી લડીને
મળી જ્યારે મને આખરે
તો હજારો પણ ઓછી લાગી

તારા ઝાંઝર ની છમ ને બંગડી ની ખન
તરસી તરસી બસ સાંભળી તી મેં કલ્પનામાં
ઝાલ્યો આખરે મેં જ્યારે હાથ તારો
તારા ચંચળ નયન નૃત્ય થી જ મન ભરાયુ નહિ

Sunday, September 13, 2009

નાવડી

બૂંદ બૂંદ થી છે ગાગર
ગાગર ગાગર થી સાગર
સાગર મધ હુ અને તુ
તારી મારી નાવડી અને આપણો નાવક

ક્યારેક સ-ર-ર-ર-સર જતી
તોફાનો સંગ પણ લડતી
છીછરા હોય કે ઉંડા ઉંડા પાણી
સૌ લહેરને સુવન્દન મડતી

Friday, August 14, 2009

શક્ય હોય તો

શક્ય હોય તો કોઇ આવી સમજાવે
ક્ષણ ભર બસ મન મારુ મનાવે
અહિંયા તો લિધા વિના નામ તારુ
પળ ગુજરે તો આહ છૂટે
ત્યાં શુ દી મહિનો ને વર્ષ
કેમનુ ગુજરે જીવન આખે આખુ?

Sunday, May 31, 2009

ઇચ્છુ છુ...

મારુ હ્રુદય દર્દ પંક્તિ બે પંક્તિમાં
કે નાનકડી એવી એક કવિતામાં
તને વ્યક્ત કરવા હુ ઇચ્છુ છુ

મારી ખોવાયેલી કલ્પનાની શોધમાં
પ્રેરણા સાગર તટે સંધ્યા ટાણમાં 
મારી વ્યથા કથા હુ તને કેહવા ઇચ્છુ છુ

મારી હથેડીથી સરતી રેતીની એક એક કણમાં 
તારા વિના વિતાવી એવી એક એક ક્ષણમાં 
........................................................
ખોવાયેલો એવો હુ તને પામવા ઇચ્છુ છુ