Saturday, July 30, 2011

પરોઢ વિષય

કોઈ સવારને જયીને કહી દે રોકાઈ જા
સૂર્યની પેહલી કિરણને કહી દે રોકાઈ જા

રાત્રી તો આખી આખરે વિતી ગયી છે
સમય સીમા પણ પાર કરી દીધી છે
પણ મારું મન હજીય ના જાણે શેનું ભૂખ્યું છે
નીરસ થયી અજાણ્યા એવા નીરનું તરસ્યું છે
હ્રીદયને ઉઝેડી ઉઝેડી કૈક માંગે છે
રક્ત, અશ્રુ થી વધૂ આપેક્ષે છે

મારા મન હવે તો તું શાંત થયી જા
આવી પરોઢ પહર તું શાંત થયી જા

મારી ભોળી સમજને હવે હું શું કહું?
અજ્ઞાતનાં ભંડારમાંથી અજ્ઞાત કૈક કેમ શોધું?
તારી ઈચ્છાઓનું બસ નામ તો આપવું હતુ
શબ્દો ન હોય તો એક સંકેત તો આપવું તુ
મારા મનની વાત મારા મનને જ સમજાવું છું
નહિ હારયો પણ હા હું હવે તો થાક્યો છું

નહિ કહેતો હું તને તારી પીડા તુ ભૂલી જા
મારી આ પંક્તિઓની ભેટ સ્વીકારી તુ માની જા

No comments: