Saturday, September 13, 2008

જોયુ મૈં

વિશ્વ આખુ તો નથી જોયુ મૈં
એના રંગ ઢંગ અનેક મૈં જોયા છે
તારા હાથની મેંહદી ના રંગ જેવો
હજી રંગ અનોખો નથી જોયો મૈં

રાત્રી નભના સર્વ તારા મૈં
એક એક કરી નથી ગણ્યા છે
પણ દરેકની ઝગ મગ રોશનીમાં
તારા ચંચડ નૈન મૈં જોયા છે

તારી પ્રાર્થનામાં મંદીર જોયા
તારી પ્રેર્ણામાં સ્વપ્ના ગઢ્યા
તારો હાથ ઝાલી જેટલા પગલા ભર્યા
તૈં એ દીવસોને સોનામાં મઢ્યા 

સાહિત્ય સમુદ્ર નથી તર્યુ મૈં
કવિતાના કિનારા થોડા ફર્યા છે
તારી સ્નેહના આંચડમાંથી મોતી વીણી
મારી પોથીમાં લખી કહી રચના મૈં

પથ અનંત દરેક નથી ચાલ્યા મૈં
તારા સંગ દગ મગ બે પગ માંડ્યા છે
બસ એ પળોના કરી સ્મરણ મનમાં
છે જેટલુ એ સર્વ મેળવ્યુ મૈં

Wednesday, September 10, 2008

અધૂરી ઇચ્છાઓ

અધૂરી ઇચ્છાઓને કલ્પના સંગ પૂરી પાડૂ છુ
ભાવનાઓને કાવ્ય પંક્તીઓમાં દબાવુ છુ
પ્રેર્ણા અભાવે પડી જાય ઓછા જો કદી શબ્દો
બંધ આંખે જોયી તને એક ઊંડી આહ ભરી લઉ છુ

Tuesday, September 9, 2008

તારો સંગ

દર પળ દર ક્ષ્ણ દર સમયાંશ
તનમન તનમન નીહાળૂ મનો મન
મારી આવતી કાલ મારુ આખુ જીવન
જીવન જેનો અર્થ બસ તારો સંગ

Monday, September 8, 2008

ક્ષિતિજ પાર

આ ભેજ ભરી ભીની ઋતુમાં
આકાશ હથેડીમાં સ્પર્શું છુ
મન કહે છે બસ બે પગલામાં
ક્ષિતિજ પાર કદાચ પહોંચિ જૈશ હૂ 

Sunday, September 7, 2008

ઇશ્વરના આંગણેથી...

ઇશ્વરના આંગણેથી નીયમ તોડીને આવી છુ
માટીનું રમકડુ નવી રીતે બનાવી આવી છુ
હૈયામાં ઉડવાની ચાહ ભરી આવી છુ
તેથિજ પગની જગ્યાયે પાંખ લગાવી આવી છુ